રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
વડાપ્રધાન મોદીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં 2₹ નો ઘટાડો કરી પરીવારને લોકસભા ચૂંટણી પહેલા ભેટ આપી
દેશમાં મોંઘવારી અને બેરોજગારી માથે ચડી પોકારી રહી છે અનેક જગ્યાએ વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી અને બેરોજગારી પર મોદી સરકાર સામે સવાલો ઉભા કરી રહી છે બીજી તરફ સામે છાતીએ લોકસભા ચૂંટણીનું ચીત્ર છે 10 વર્ષોથી મોદી સરકાર સત્તા ઉપર બિરાજમાન છે બહોત હુઈ મેંહંગાઈકી માર અબકી બાર મોદી સરકાર એટલે કે મોંઘવારી ઓછી કરવાના મુદ્દા ઉપર 2014 માં લોકસભાના મેદાને ઉતરી હતી અચ્છે દિનની સોગાતનું સ્લોગન મોદી સરકારે આપી અને સત્તા ઉપર પોતાનું સિંહાસન હાસિલ કરી 10 વર્ષોથી રાજ કરી રહી છે પરંતુ upa સરકારમાં પેટ્રોલ 70 રૂપીયા અને ડીઝલ 60 રૂપિયાના ભાવોમાં મળતું હતું ત્યારે દેશના લોકોએ આશા સેવી હતીકે હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે મોદી સરકારના રાજમાં પણ મોંઘવારી ઓછી કરવાની જગ્યાએ મોંઘવારી તો છાપરે ચડી ગઈ અને 100 રૂપીયા તેમજ 97 રૂપિયાના ભાવોમાં પેટ્રોલ ડીઝલ મળવા લાગ્યું અને આજસુધી પણ એજ ભાવોમાં મળતું હતું વાત 2010 ના સમયગાળાની કરીએતો કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 માં દિવસે પેટ્રોલ ડીઝલના ભાવોમાં ઘટાડો વધારો જોવા મળતો હતો ત્યારપછી 2010 ના સમયગાળા દરમિયાન જ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવો નક્કી કરવાનું કામ તેલ કંપનીઓને સોપી દીધું હતું તેના પરિણામ સ્વરૂપે તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત, વિનિયમ દર, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નક્કી કરાઈ રહી છે જયારે સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ભારે ભરખમ ટેક્સ વસુલ કરી અને આપણાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઈઝ અત્યારે 57 રૂપિયાની આજુબાજુમાં છે જયારે કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના પર ટેક્સ લાદી અને તેને 100 રૂપીયા સુધી લઈ આવે છે કેન્દ્ર સરકાર 19.90 પૈસાની એક્સસાઈઝ ડ્યુટી વસુલે છે ત્યારે રાજ્ય સરકાર પોતાની રીતે વેટ અને સેસ વસુલ કરી અને બજારમાં ઉતારે છે એટલે તેની મુળ કિંમત કરતા 2 ઘણા રૂપીયા વધી જાય છે ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારના પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીએ x ઉપર ટ્વીટ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવાની પોસ્ટ કરી છે 👇🏻
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે 140 કરોડના દેશના પરિવારને રાહત આપી છે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2 રૂપીયા સુધીનો ઘટાડો કર્યો છે અને નવા ભાવ 15 મી માર્ચ શુક્રવારથી દેશ ભરમાં લાગુ થશે તેવું પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પૂરીએ સોશિયમ મીડિયા X પ્લેટફાર્મ પરથી પોસ્ટ કરી જાહેરાત કરી છે એટલે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કરોડો વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરી અને રાહત આપી છે
આવાજ લેટેસ્ટ સમાચારો વાંચવા અને જોવા માટે PARIVAR News ની વેબ સાઈટ અને યૂટ્યૂબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાયેલા રહો શેર કરો લાઈક કરો ફોલો કરો અને અમારા સમાચારોને શેર કરો…ધન્યવાદ