લેખક:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદના 2 ASP ની જિલ્લામાંથી બદલી થતા પ્રતીક્ષા હેઠળ મુકાયા,2 નવા DYSP ઓની નિમણુંક કરાઈ
ટૂંકજ સમયમાં ચૂંટણીપંચ દ્રારા લોકસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવશે અને આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાય તે પહેલા ગુજરાતના પોલીસબેડામાં બદલીઓનો દોર ચાલયો છે જેમાં થોડા દિવસો અગાઉ થયેલી પીએસ આઈ અને પી આઈ ઓની બદલીઓ બાદ હવે ASP અને DYSP ઓની બદલી કરવામાં આવી છે જયારે હૈદરાબાદ ખાતેથી ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 જેટલા IPS ઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે તેમજ સાથે સાથે 5 જેટલા IPS ઓને વેટીંગ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે છેલ્લા કેટલાય સમયથી IPS ઓની બદલીઓની રાહ જોવાતી હતી ત્યારે હવે IPS ઓની પોસ્ટિંગ સાથેનું નોટિફિકેશન રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્રારા બહાર પાઢવામાં આવ્યું છે જેમાં ગુજરાતના 65 જેટલા DYSP ઓની પણ બદલીઓ કરવામાં આવી છે તેમાંથી દાહોદને બે નવા DYSP ઓ આપવામાં આવ્યા છે જેના બદલામાં 2 IPS લીમખેડા અને દાહોદ ડિવિઝનમાં ASP તરીકે ફરજ બજાવતા હતા તેમની જગ્યાએ બે નવા DYSP મુકવામાં આવ્યા છે જેમાંથી લીમખેડામાં ASP તરીકે છેલ્લા 8 મહિનાઓથી ફરજ બજાવી રહેલા વિશાખા જૈન ની જગ્યાએ બનાસકાંઠામાં DYSP તરીકે ફરજ બજાવતા એમ બી વ્યાસને લીમખેડાના DYSP તરીકે નિમણુંક કરાયા છે ત્યારે દાહોદ ડિવિઝનમાં 8 મહિનાઓથી ASP તરીકે ફરજ બજાવતા IPS કોરૂકોંડા સિધ્ધાર્થની જગ્યાએ અમરેલીમાં DYSP તરીકે ફરજ બજાવતા જગદીશ ભંડારીની નિમણુંક કરવામાં આવી છે ત્યારે દાહોદ ડિવિઝન અને લીમખેડા ડિવિઝનમાં ASP તરીકે ફરજ બજાવતા IPS કોરૂકોંડા સિધ્ધાર્થ અને IPS વિશાખા જૈન ને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવશે કે પછી અન્ય કોઈ DYSP ની ખાલી પડેલી જગ્યા પર નિમણુંક કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે જોકે નોટિફિકેશનમાં પ્રતીક્ષા હેઠળ બન્ને IPS ઓની પોસ્ટિંગ મુકાઈ છે મુળ બિહારના ભાગલપુરના વ્યવસાયે તબીબની દીકરી બીશાખા જૈન જૈન સમાજમાંથી આવે છે અને તેમના ધર્મપતિ પણ IAS અધિકારી છે જેઓ સ્મિત લોઢા દાહોદના પ્રાયોજના અધિકારી તરીકે ફરજાધીન છે અને બીશાખા જૈન 2019 ની બેંચના IPS અધિકારી છે જેઓ ગુજરાત કેડરના IPS અધિકારી છે જયારે 2020 કેડરના ગુજરાતના IPS કોરૂકોંડા સિધ્ધાર્થ મુળ આઈ આઈ ટી મદ્રાસ આંધ્રપ્રદેશના વતની છે તેઓએ બી ટેક, કોમ્પ્યુટર સાયન્સ,અને એન્જિનિરીંગ મદ્રાસથી કરેલું છે તેઓ ગુજરાત કેડરના 2020 ના વર્ષના IPS અધિકારી છે તેઓ દાહોદ ડિવિઝનમાં ફરજાધિન હતા હાલ તેઓની પણ બદલી કરવામાં આવી છે પરંતુ ક્યાં મુકવામાં આવશે તે હાલ કહેવું મુશ્કેલ છે એટલે ગુજરાતના 65 જેટલા પોલીસ બેડાના બદલીઓના દોરમાં દાહોદમાંથી બે IPS ની બદલી કરી પ્રતીક્ષામાં મુકાયા છે ત્યારે તેમની જગ્યાઓ ઉપર અમરેલી અને બનાસકાંઠા ના 2 DYSP ઓની નિમણુંક કરવામાં આવી છે
આવાજ લેટેસ્ટ સમાચારો વાંચવા અને જોવા માટે PARIVAR News ની વેબ સાઈટ અને યૂટ્યૂબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોડાયેલા રહો શેર કરો લાઈક કરો ફોલો કરો અને અમારા સમાચારોને શેર કરો…ધન્યવાદ