બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ:ડિમોલેશન બાદ વેપારીઓએ શહેર બહાર અંતરીયાલ વિસ્તાર અથવા ગામડાની વાટ પકડી-વૈકલ્પિક વ્યવસ્થા માટે પાલિકા અને તંત્રનું મૌન
બેરોજગાર બનેલા વેપારીઓને ક્યારે રોજગાર આપશે સરકાર
પોતાના પરીવારનું ગુજરાન ચલાવવા અલગ અલગ જગ્યાએ જઈ ધંધો રોજગાર કરવા મજબુર બન્યા વેપારીઓ
દાહોદમાં સ્માર્ટ સીટી આવી તેના પ્રોજેકટો આવ્યા મોટા મોટા કાર્યક્રમો કરી લોકોને સ્માર્ટ સીટી વિશે જાગૃત કર્યા અને ત્યારબાદ વિવિધ પ્રોજેકટો થકી કામગીરી ચાલી રહી હતી પરંતુ એ અલગ અલગ પ્રોજેકટો થકી કામગીરી ચાલી ત્યારસુધી તો બધુ બરાબર હતું પાલિકાના સત્તાધીશો પાસે સ્માર્ટ સીટી ઓથોરિટીએ સ્માર્ટ રોડ બનાવવાના ઠેકાણા અને રોડ મેપ માંગ્યો ત્યારસુધી પણ બરાબર હતું જયારે હવે સ્માર્ટ સીટીનું ખરેખર કામ શહેરમાં ચાલુ કરવાનું હતું કેન્દ્રને જવાબો આપવાના હતા પ્રોજેકટો પૂર્ણ કરવાની અવધી વીતી રહી હતી અને અચાનક કેન્દ્રમાંથી પ્રેસર આવ્યું કે વહેલી તકે સ્માર્ટ સીટીનું કામ શરૂ કરી પ્રોજેકટોને વિરામ આપો અને એક વર્ષનું એક્સટેનશન પણ આપ્યું હોવાનું કેન્દ્ર સરકારે જાણવા મળ્યું હતું એટલે વહીવટી તંત્ર સ્માર્ટ સીટી ઓથોરિટી અને નગરપાલિકાની ટીમો તાબડતોડ કામે લાગી અને સીટી સર્વે વિભાગને સાથે રાખી રોડ ઉપર આવતા દબાણો દૂર કરવાનું ડિમાર્ગેશન કરાયું ત્યારસુધી પણ બરાબર હતું જયારે શહેરમાં આવેલા સ્માર્ટ રોડમાં આવતા દબાણ કારોને માત્ર 7 દિવસમાં દુકાનો અને મકાનો ખાલી કરી દેવાની નોટિશો થમાવી દેતા એક તરફ દુકાનદારો અચંબામાં આવી ગયા અને મોટા નેતાઓના દ્રારે ધક્કા ખાતા થયા પરંતુ આતો કેન્દ્રનો પ્રોજેક્ટ છે એટલે મોટા નેતાઓએ પણ આમાં મૌન રહેવાનું સમજ્યું જયારે દબાણો દૂર કરવા માટે જિલ્લા સેવાસદનમાં દાહોદના પ્રભારી સચિવ IAS રાજકુમાર બેનિવાલ અને કલેક્ટર તેમજ અલગ અલગ વિભાગના અધિકારીઓ જોડે મિટિંગ યોજાઈ ત્યારે સ્થાનિક પાલિકાના સત્તાધીશો અને પુર્વ પાલિકા પ્રમુખે પણ હાજરી આપી મિટિંગમાં પોતાની રજુઆતો કરી અને તેમની રજુઆતોથી એમને એવું લાગ્યું કે હવે દબાણો તોડવા માટે અઢી મહિનાનો સમય આપી દેવાયો છે તે વાત માર્કેટમાં ફરતી થઈ એટલે કલેક્ટરે આ વાતને વખોડી કાઢી અને કહ્યું કે અમારે કેન્દ્રને જવાબ આપવાનો છે અમને એક વર્ષનું એક્સટેનશન આપવામાં આવ્યું છે અમારે સ્માર્ટ સીટીના કામો વહેલી તકે પૂર્ણ કરવાના છે અને કોઈને પણ અઢી મહિના માટેનો સમય આપ્યો નથી તેવું કહેતા સ્થાનિક લોકલ લેવલના માધ્યમોમાં આ સમાચારો ચાલ્યા એટલે શહેરમાં ચારે કોર ચર્ચાનો વિષય ઉભો થયો ત્યારે એકબાજુ પાલિકાના સત્તાધીશો અઢી મહિના માટે દબાણો નહિ તોડવાનો સમય આપ્યાનો રદિયો આપતા રહ્યા અને બીજી તરફ વહીવટીના વડાએ આ વાતને વખોડી કાઢી અને આખરે આપેલી મુદ્દતમાં સ્માર્ટ સીટી ઓથોરિટી, વહીવટી તંત્ર, પાલિકાની ટીમો, MGVCL, અને સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી સ્માર્ટ રોડમાં આવતા દબાણો ઉપર બુલડોઝર ફેરવી વેપારીઓને ધંધા રોજગાર વગરના કરી દીધા અને જેતે સમયે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપવાની બાંહેધરી ભોગ બનનાર વેપારીઓને આપવામાં આવી હતી અને તેના કારણે હેમંત ઉત્સવ બજારમાં મોટુ માર્કેટ ઉભું કરવા માટેની ગ્રાન્ટ પણ લઈ આવ્યા વર્ક ઓર્ડર પણ આવી ગયો અને ત્રણથી ચાર દિવસમાં ઓર્ડર આવ્યો કે તે જમીન ગ્રીનસ્પેશની છે ત્યાં જમીન હેતુફેર થયેલી નથી એટલે ત્યાં કોઈપણ પ્રકારનું બાંધકામ નહિ કરી શકાય તેવો લેટર પ્રાદેશિક કમિશનરની ઓફિસમાંથી આવ્યો એટલે ભોગ બનનાર વેપારીઓ વીલા મોઢે પરત ફર્યા જે આશા હતી તે આશા ઉપર પણ પાણી ફરી વળ્યું અને આખરે વેપારીઓએ બેંકોમાંથી લોનો લીધી હતી તેની ભરપાઈ કરવા માટે અને પોતાના પરિવારોના ભરણ પોષણ માટેની જવાબદારી આવા મોંઘવારીના સમયમાં હતી તેને લઈને દુકાનો તુટી જવાને કારણે ભોગ બનનાર વેપારીઓ શહેર બહાર અંતરિયાલ વિસ્તારોમાં અથવા ગામડાઓની વાટ પકડી પોતાના ધંધા રોજગાર દુકાનો ભાડે પેટે રાખી અને પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી પોતાના પરીવારોનું ભરણ પોષણ કરી અને બેંકોના હપ્તા ભરવાની વ્યવસ્થામાં લાગ્યા હતા જોકે હજુ સુધી પાલિકાએ ભોગ બનનાર વેપારીઓને કોણીએ ગોળ ચોપડી આપ્યો છે પરંતુ હજુ સુધી વેપારીઓને ક્યાં અને કયારે દુકાનો બનાવી આપશે તેવું કોઈ નક્કર આયોજન નથી ગોઠવાયું પરંતુ એક વાતતો સત્ય છે કે વેપારીઓએ આ દુકાનો પાલિકા પાસેથી વેચાણ અર્થે લીધી હતી તો તે ગેરકાયદેસર કેવી રીતે હોય શકે પાલિકાએ ભાડા પેટે આપેલી દુકાનોના શોપિંગ સેન્ટરો ગેરકાયદેસર છે તેમ કહી તોડી પાડી અને વેપારીઓને બેરોજગાર બનાવી દેવામાં આવ્યા છે અને હજુ સુધી તેમના માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નથી આવી ત્યારે વેપારીઓ પણ સરકાર અને પાલિકા ઉપર આશ રાખીને બેઠા છે કે અમારી દુકાનો તોડી પાડી છે તેમને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું તો ક્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરશે અને વેપારીઓને રોજગારી આપી શકશે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે વેપારી આલમમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે તહેવારોના તહેવારો નીકળી ગયા પણ તોડી પડાયેલી દુકાનોના વેપારીઓને રોજગારી નથી આપી શક્યા એટલે પાલિકા અને વહીવટી તંત્ર આ બન્ને પોતાની જવાબદારી માંથી છટક બારી કરતા હોય તેમ લાગી રહ્યું છે