બ્યુરો રીપોર્ટ : – નઈમ મુન્ડા દાહોદ
દાહોદ શહેરના દેસાઈવાડમાં રહેતા મિલાપ શાહના ગુમ થવા બાબતના છેલ્લા સીસીટીવી આવ્યા સામે.
દાહોદ શહેરના દેસાઈવાડ ખાતેના સુમેરુ એપાર્ટમેન્ટના પાંચમા માળ ઉપર રહેતા અને બગસરાના દાગીનાનો ધંધો વેપાર કરી ગુજરાન ચલાવતા મિલાપ કુશ શાહ નામનો યુવક ગઈકાલ રાતથી ગુમ થઈ જતા શહેરમાં ભારે ચકચારમાંથી જવા પામી છે
ગત તારીખ 25 10 2023 ના રોજ મિલાપ શાહ પોતાના પરિવાર જોડે જમી પરવારી ઘરે બેઠો હતો ત્યારબાદ તેના પિતાને કહીને ગયો હતો કે હું થોડીવારમાં આવું છું તેમ કહીને ગયો હતો અને રાત્રિના દસ વાગ્યા સુધી મિલાપ શાહ પોતાના ઘરે ન આવતા તેના પુત્ર અને પત્નીએ રાત્રિના દસ વાગ્યા સુધી રાહ જોતા અને ન આવતા મિલાપ શાહની પત્ની અંકિતા બેને તેના મોબાઈલ નંબર 9909368478 ઉપરથી તેના પતિ મિલાપ શાહના મોબાઈલ નંબર 9979668969 નંબર ઉપરથી તેના પતિને ફોન કરતા તેના પતી દ્રારા ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો અને 26 10 2023 ના રોજ સવારના 11 કલાક સુધી ફોન ચાલુ આવતો હતો મિલાપ શાહનો અને ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો તેથી મિલાપ શાહના ગુમ થયા બાબતની અને તેનો ફોન બંધ થયો હોવાની જાણ મિલાપના મિત્ર સર્કલ તથા સગા સંબંધીઓ અને આજુબાજુના લોકોને કરવામાં આવતા તમામ લોકો તપાસ અર્થે જોડાઈ ગયા હતા પરંતુ બે દિવસ સુધી મિલાપ શાહની કોઈ ભાળ ન મળતા મિલાપ શાહના પિતા કુશ શાહે તેનો પુત્ર મિલાપ શાહ ગુમ થયા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવાની પણ જાણકારી સામે આવી રહી છે ત્યારે દાહોદના સ્ટેશન રોડ ઉપરના ધર્મ શાળાના સીસીટીવી સામે આવતા જેમાં મિલાપ શાહ અને અન્ય બે ઇસમો સાથે તેઓ વાતચીત કરી રહ્યો છે અને ત્યારબાદ તે તેની મોપેડ ગાડી લઈને ત્યાંથી જઈ રહ્યો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે ત્યારે દાહોદ શહેરમાં મિલાપ શાહના ગુમ થયા અંગેની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે ત્યારે મિલાપ શાહ ક્યાં ગુમ થયો છે શું તેનું કિડનેપિંગ થયું છે આવી તમામ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે હાલમાં ઉપર આપેલા ફોટોમાં દેખાતા મિલાપ શાહ ગુમ થયા અને હજુ સુધી ન મળી આવ્યા હોવાની જાણકારી છે પરંતુ મિલાપ શાહના પરિવારે પણ મિલાપ શાહ દેખાય તો એ ડિવિઝન પોલીસ મથક અથવા તેના પરિવારજનોને જાણકારી આપવા માટેની વિનંતી કરી છે
ઉપર આપેલા વીડિયોમાં મિલાપ શાહના સ્ટેશન રોડ ઉપર આવેલી ધર્મશાળાના છેલ્લા સીસીટીવી પણ સામેલ છે.