Report:-Naeem Munda Dahod…
દાહોદમાં વ્યાજખોરોની શાન ફરીથી ઠેકાણે પાડશે પોલીસ,વ્યાજખોરોથી બચવા લોક દરબાર યોજાશે…
દાહોદમાં વ્યાજખોરો પર ફરીથી નકલ કશાશે પોલીસ લોક દરબાર યોજી નાગરિકોને જાગૃત કરશે
ગુજરાતમાં થોડા સમય અગાઉ વ્યાજખોરીના ત્રાસથી કેટલાક લોકો આંખાને આખા પરીવારોની સાથે આપઘાત કરીને યમરાજના દરબારમાં પહોંચી ગયા છે ત્યારે સરકારની આંખો ખુલતા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્રારા વ્યાજખોરીના ચૂંગાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તેમના પરિવારોને સુરક્ષિત કરવા માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી પરંતુ ગુજરાત ભરમાં ચાલેલી ડ્રાઈવ દરમિયાન અનેક વ્યાજખોરોને ખુલ્લા પડાયા હતા અને અઢળક ગુનાઓ નોંધાયા હતા અને સાથેજ દાહોદમાં પણ વ્યાજખોરોની ફરિયાદો ઉઠી હતી વ્યાજખોરોની શાન ઠેકાણે પઢાઈ હતી ત્યારે જેમ જેમ સમય વીતતો ગયો પોલીસનો ગાળિયો ઢીલો પડતો ગયો એટલે વ્યાજખોરો ફરી સક્રિય થયા અને ગુજરાતમાં અનેક જગ્યાઓ ઉપરથી બુમો પડવા મંડી કે વ્યાજખોરોના ત્રાસથી વ્યાજના ચંગુલમાં ફસેલા લોકો પોતાના પરીવારો સાથે આપઘાત કરી રહ્યા છે એટલે પોલીસ ફરીથી વ્યાજખોરોની શાન ઠેકાણે પાઢવા માટે મેદાને ઉતરી છે અને તેને લઈને દાહોદ પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવાનું આયોજન કરાયું છે જેમાં વ્યાજખોરોની ચૂંગાળમાં ફસેલા લોકો અને જાહેર જનતા લોક દરબારમાં જોડાશે તેમાં વ્યાજખોરો સામે ફરિયાદી બનવા અને ઊંચા અને તગડા વ્યાજે નફો રળતા વ્યાજખોરો પાસેથી નાણાં ન લેવા સરકારના લાયસન્સ મુજબ નાણાં ધીરધાર કરનાર પાસેથી વ્યાજ ઉપર નાણાં લેવા માટેની જાગૃકતા સાથે અપીલ કરાશે અને જે કોઈ લોકોએ ઊંચા અને તગડા વ્યાજે ગેરકાયદેસર વ્યાજખોરી ચલાવતા તત્વો પાસેથી નાણાં તગડા વ્યાજે લીધા હશે તેમને પોલીસ ફરિયાદ આપવા માટે પણ અપીલ કરાશે જેને લઈને વ્યાજખોરીની ચૂંગાળમાંથી લોકોને બહાર લાવવા માટે પોલીસે મહા અભિયાનની ડ્રાઈવ યોજવાની તૈયારી કરી દીધી છે અને તેને લઈને પોલીસ વડાની અધ્યક્ષતામાં નાગરીકોની ઉપસ્તિથીમાં લોક દરબાર યોજાશે અને વ્યાજખોરોની ચૂંગાળમાંથી નાગરિકોને છોડાવવાનું અભિયાન થકી ડ્રાઈવ યોજાશે તેને લઈને દાહોદ પોલીસે નાગરિકોને લોક દરબારમાં ઉપસ્તિથ રહેવા માટે આમંત્રણ આપ્યું છે…