બ્યુરો રીપોર્ટ પરીવાર ન્યુઝ
દાહોદ રૂરલ પોલીસ પર હુમલાનો મામલો,400 ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધાયો,પોલીસનો વળતો જવાબ
ચોસાલા ગામે 13 મી નવેમ્બરના દિવસે રૂરલ પોલીસને બાતમી મળી હતીકે મધ્યપ્રદેશથી દાહોદ તરફ બે બાઈકો ઉપર ચાર ઈસમો વિદેશી દારૂ લઈને આવે છે તેવા સમયે પોલીસે વોચ દરમિયાન બાતમીમાં દર્શાવેલી બાઈકો આવતા તેમને રોકવાનો ઇસારો કરતા તેઓએ ન રોકતા અને અકસ્માતની ઘટના બની હતી જેમાં આ ઘટનામાં બે ઈસમોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી અને બન્નેને દાહોદના ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં નીતિન અમરસિંહ સાંસી નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને તેની ડેડબોડી હોસ્પિટલથી લઈને રૂરલ પોલીસ મથકે લઈને પહોંચ્યા હતા અને પોલીસ પર આરોપ મુકી જણાવાયું હતુંકે પોલીસના કર્મચારીઓએ દારૂ લઈને આવતા બાઈક ચાલકોને રોકી તેમને લાકડીઓના ફટકા મારી મોત નીપજાવી દીધું હોવાને લઈને રૂરલ પોલીસ મથકે સાંસી સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસ મથકમાં હોબાળો મચાવી હંગામો ઉભો કરાયો હતો જયારે પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ મથકે વધારે માથાકૂટ ઉભી થતા LCB SOG સહીતની ટીમો ખડકી દેવામાં આવી હતી જ્યાં મામલો બીચકતા પરીવાર જનોએ રોષે ભરાઈને પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર તુટી પડ્યા હતા જેમાં પોલીસ પર હુમલો કરી માર મરાયો હતો જયારે પોલીસે પણ ભેગા થયેલા સાંસી સમાજના લોકોને દંડા વાળી કરી તેમને ત્યાંથી ભગાવ્યા હતા પરંતુ સાંસી સમાજની મહિલાઓએ પણ પોલીસને અભદ્ર ગાળો ભાંડી પોલીસને એલ ફેલ બોલવા લાગી હતી અને જે પોલીસ કર્મી ઉપર આરોપ લગાવ્યો હતો સાંસી સમાજના યુવકને લાકડી મારી નાખવાનો તેને ગદડાપાટુનો માર મરાયો હતો પોલીસ મથકમાંજ ત્યારે દાહોદ ડિવિઝનના ASP સિધ્ધાર્થ કોરૂકોંડા આવી જતા પરીવાર જનોને સમજાવી મામલો થાળે પાડી ડેડબોડીને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવાઈ હતી જ્યાં પેનલ ડોક્ટરો દ્રારા પીએમ કરાયા બાદ સાંસી સમાજના લોકો ડેડબોડીને લઈ ગયા ન હતા અને આરોપ મુકેલા પોલીસ કર્મીઓ ઉપર હત્યાનો ગુનો નોંધો જેવી માંગ પર અડગ રહ્યા હતા ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર જે પોલીસ કર્મી ઉપર દારૂ પકડવા ગયા અને લાકડીઓ મારી મોત નીપજાવી નાખ્યાનો આરોપ મુકવામાં આવ્યો છે તે પોલીસ કર્મી દારૂ પકડવા ગયોજ નથી અને પોલીસે કોઈને માર્યા નથી દારૂ ભરીને આવતા સમયે પોલીસને દેખી પૂરઝડપે ભાગવા જતા અકસ્માત સર્જાયો હતો તેના કારણે તેનું મોત નીપજ્યું હતું અને પોલીસ ત્યાંથી ભાગી નથી પોલીસ ત્યાંની ત્યાંજ હતી જોકે પરીવાર જનો આવી જતા તેઓએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા તેવું પોલીસનું કહેવું છે હવે સાંસી સમાજના લોકો પોલીસ પર આરોપ મુકે છે કે દારૂ લઈને આવતા સમયે પોલીસના કર્મીઓએ દંડા મારી યુવકનું મોત નીપજ્યું છે તેવા આક્ષેપો પોલીસ ઉપર મુકવામાં આવ્યા છે જોકે આતો પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પરંતુ પોલીસે પણ કાયદાની ચોપડી ઉપાડી પોલીસ મથકમાં ભરાઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલો કરવાના ગુનામાં તાબડતોડ 400 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વિડિઓમાં અને ફોટોમાં દેખવા મળતા ઈસમોની કોમ્બિંગ કરી 30 થી વધુ લોકોને ઝડપી પાડ્યા હતા અને 88 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અને પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા ઈસમોને ઝડપી પાડવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે આ મામલે આગળ પોલીસનો રવૈયો શું રહેશે અને શું વધુ અપડેટ આવે છે તેની તમામ જાણકારી તમારા સુધી પહોંચાડીશું….