Report:-by Naeem Munda
દાહોદમાં ટ્રાફિક પોલીસનો સપાટો, અડચણરૂપ દબાણો દૂર કરાયા…
દાહોદમાં દિન પ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોની સાથે સાથે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થતા હતા ત્યારે શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત મેઘા ડિમોલેશન અંતર્ગત કામગીરી તંત્ર દ્રારા કરવામાં આવી હતી જોકે સ્માર્ટ રોડ બનાવવા માટે મેઘા ડિમોલેશન કરાયું તો હતું પરંતુ હવે સ્માર્ટ સીટીનું કામ પ્રગતિ પરતો છે પરંતુ રોડ પહોળા કરવાની જગ્યા ઉપર રોડ સાંકડા કરાઈ રહ્યા છે તો બીજી બાજુ સાપ સીડીની જેમ ફૂટપાથ પાથરવામાં આવી છે સ્માર્ટ રોડની કામગીરી અને નકશા તો એવા પ્રસ્તુત કરાયા હતા જેમાં વિદેશી રોડનું આંકલન કરવામાં આવ્યું હતું પરંતુ જમીની હકીકતમાં કંઈક અલગજ પ્રકારના એન્જીનીયરો દ્રારા રોડનું કામ રાજશ્રી કન્સ્ટ્રક્શન કંપનીને સોપાયું છે તેમાં જુના ડામર રોડ ઉપરજ ડામરી કરણ કરી અને સ્માર્ટ રોડને લાલી પાવડર કરી દાહોદ વાસીઓને સોપાશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે તો બીજી તરફ રોડ ઉપર આડેધડ દબાણોનો સિલસિલો યથાવત થતા ટ્રાફિકની સમસ્યા પહેલા કરતા પણ વધુ વિકરાલ બની છે ત્યારે હવે ટ્રાફિક ક્લિયર કરવાનો અને દબાણો હટાવવા માટેની કામગીરી પોલીસબેડાએ લીધી છે જેમાં દાહોદ ટ્રાફિક પોલીસે દિવસ દરમિયાન ટ્રાફિક ડ્રાઇવ યોજી શહેરમાં આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારી ગલ્લાઓ દૂર કરી ટ્રાફિક માટેની કામગીરી કરાઈ હતી જેમાં શહેરમાં જિલ્લા ટ્રાફિક શાખા, સીટી ટ્રાફિક અને નગરપાલિકા દ્વારા બિરસામુંડા સર્કલ, ઝાયડસ હોસ્પિટલ, માણેક ચંદ ચોક, નગરપાલિકા, પડાવ સર્કલ તેમજ ચાર થાંબલા, વિવેકાનંદ સર્કલ અને કે કે હોસ્પિટલ વિસ્તારમાંથી રાહદારીઓ અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા દબાણકર્તા લારી ગલ્લાઓ હટાવી કાર્યવાહી કરવામાં આવી હતી
શહેરમાંથી અડચણરૂપ દબાણો ખસેડી ટ્રાફિક સમસ્યાને હળવી કરતી પોલીસ…