મધ્યપ્રદેશના યુવકે દાહોદમાં આવી મોતને નોતરું આપ્યું
દાહોદ તાલુકાના નસીરપુર સ્મશાન રોડ ખાતેનો બનાવ..
મધ્યપ્રદેશના 28 વર્ષીય યુવકે વીજ ટ્રાન્સફોર્મરનો દરવાજો ખોલી હાઈ વૉલ્ટેજ વાયરો પકડી મોતને વહાંલું કર્યું.
મરણ જનાર યુવક પાસેથી ભુજ દાહોદ વચ્ચેની બસની ટિકિટ મળી આવી.?
દાહોદ તાલુકાના નસીરપુર ગામે સ્મશાન રોડથી ઇન્દોર હાઇવે તરફ જવાના રસ્તે એક મધ્ય પ્રદેશના યુવકે ડોટ મૂકી નજીકમાં આવેલા એમજીવીસીએલના ડીપીમાં લાગેલા વીજ વાયરોને પકડી લેતા યુવકનું વીજ કરંટના લીધે ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યુ હતું. જોકે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અંબેડી, ભાટિયા બરડી, કર્ણાવદનો રહેવાસી 28 વર્ષીય સૂરજ મેડા નામનો યુવક આજ રોજ સવારના 08:15 વાગ્યાના સુમારે દાહોદ તાલુકાના નસીરપુર ગામે સ્મશાન રોડથી અમદાવાદ ઈન્દોર તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે પલડેલા કપડે દોડતો જઈને આવ્યો હતો. અને વીજ કંપનીના લાગેલા ડીપીનો દરવાજો ખોલી વીજ વાયરને પકડી લેતા ડીપીમાંથી પસાર થતા હાઈ વૉલ્ટેજ વીજ કરંટના લીધે સૂરજ મેડાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ ત્યાંથી પસાર થતાં સ્થાનિકોએ બનાવની જાણ દાહોદ પોલીસને કરતા એએસપી કે સિદ્ધાર્થ, એ ડિવિઝન પી.આઈ દિગ્વિજયસિંહ પઢીયાર સહિતનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરણ જનાર યુવકની તલાસી લેતા તેની પાસેથી આધારકાર્ડ તેમજ ભુજ દાહોદની એસટી બસની ટિકિટ પણ મળી આવતા પોલીસે મરણ જનાર સુરેશ મેડાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે નજીકના દવાખાને મોકલ્યો હતો.
સુરેશ મેડાએ કયા કારણોસર અવિચારી પગલું ભર્યું હશે.?
જુના સ્મશાનરોડ પાસે આવેલા એક સીસીટીવી કેમેરામાં આજરોજ બનેલી ઘટના કેદ થઈ હતી.જેમાં મરણજનાર સુરજ મેડા પલડતા કપડે દોટ મૂકી નજીકમાં આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે આવ્યો અને ડીપીનો દરવાજા ખોલી વીજ વાયરને પકડીને આયખું ટુકાવ્યું હતું.મરણજનાર સુરજે કયા કારણોસર આત્મહત્યા કરી તે હાલ અકબંધ રહેવા પામ્યું છે.સુરેશ મેડાએ નજીકમાં આવેલી નદીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ પાણીમાં પલડી ઘટના સ્થળે આવ્યો હતો.શું મરણ જનાર માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો અથવા કોઈ નશાની હાલતમાં અવિચારી પગલું તો નથી ભર્યું ને.? આ તમામ આશંકાની વચ્ચે દાહોદ પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે
સૂરજ પાસેથી ભુજ-દાહોદની બસની ટિકિટ મળી આવી.
મરણ જનાર સુરજ મેડાના ખિસ્સામાંથી ભુજ-દાહોદ વચ્ચેની એસ.ટી.ની ટિકિટ મળી આવી હતી.તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે મરણજનાર સુરજ ગતરોજ ભુજથી દાહોદ બસ સ્ટેશનને ઉતર્યો હશે.અને આટલે દૂર આવીને કેમ આવું અવિચારી પગલું ભર્યું છે. તે ઘટના સ્થળ સુધી કેવી રીતે અને કયા સંજોગોમાં પહોંચ્યું?તે તો હાલ પોલીસ તપાસનો વિષય બની જવા પામેલ છે. જોકે દાહોદ પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અંબેડી, ભાટિયા બરડી, કર્ણાવદનો રહેવાસી 28 વર્ષીય સૂરજ મેડાના પરિવાર જનોનો સંપર્ક કરતા પરિવાર જનો પણ દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા…