બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદમાં ડિમોલેશન કરાયેલી નગીના મસ્જિદ અંગે હાઇકોર્ટ દ્રારા ફરી 91 દિવસની મુદ્દત અપાઈ
દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા પહોળા કરી અને સ્માર્ટ રોડ બનાવવાના પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં મોટાપાયે ડિમોલેશનની કામગીરી વહીવટી તંત્ર, સ્માર્ટ સિટી, અને નગરપાલિકા, દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ ઉપર આવેલા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો પોસ્ટ ઓફિસ સામેના પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો અને નગરપાલિકા ચોક સામેના પાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરો રોડ પહોળો કરવાની યોજના અંતર્ગત તોડી પડાયા હતા અને બીજા તબક્કામાં અંજુમન હોસ્પિટલની સામેની નગીના મસ્જિદ ટ્રસ્ટ હસ્તકની દુકાનો અને મકાનો પ્રાંત અધિકારીની આગેવાનીમાં ગેરકાયદેસર છે તેમ કહી તોડી પડાયા હતા ત્યારે ચોથા તબક્કામાં ધાર્મિક સ્થળો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં નગીના મસ્જિદ અને છાબ તળાવની પાળ પર આવેલા ત્રણ વિવિધ મંદિરોની સાથે એક દરગાહને પણ ડિમોલેશન કરાઈ હતી ત્યાર બાદ આ સમગ્ર મામલો નામદાર હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જેમાં સુનાવણી થતા વધુ એક મુદ્દત પડતા આ મામલામાં કોઈ હુકમ ન આવતા હાલ પૂરતો આ મસ્જિદનો વિવાદ યથાવત રહેવા પામ્યો હતો
સ્માર્ટ સિટી દાહોદમાં માર્ગ અપગ્રેડેશન અને અન્ય પ્રોજેકટને લઈને ડીમોલિશનની કામગીરીમાં અનેક દૂકાનો મિલકતો અને ધાર્મિક સ્થળો જમીન દોસ્ત થવા પામયા છે.આ ડીમોલિશનમાં વકફ બોર્ડ દ્વારા ખોટી રીતે ભગિની સમાજ સામે આવેલી નગીના મસ્જિદ રાત્રીના સમયે તોડી પડાઇ હોવાના આક્ષેપો સાથે ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રીટ પીટીશન મુદ્દે શહેરમાં તથા વહીવટી ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો.પરંતુ તે સમયે ગુજરાત હાઇકોર્ટે કોઈ ટિપ્પણી કરવાનાં બદલે વધુ સુનાવણી માટે ૦૮.૦૬.૨૦૨૩ ની તારીખ આપવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી ૧૦-૦૭-૨૦૨૩ તારીખ સુનાવણી માટે આપી હોવાથી તે તારીખે પણ આ કેસ બોર્ડ પર ન આવતાં કોર્ટે આ અંગે વધુ સુનાવણી માટે તારીખ ૨૯.૦૮.૨૦૨૩ એટલે કે ૫૦ દિવસ પછી સુનાવણી રાખવાનું ઠરાવ્યું પરંતુ. હાઈકોર્ટના અંતરંગ વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકારી પક્ષ અથવા તો ફરિયાદી પક્ષ દ્રારા કરવામાં આવતા સોગંદનામાં રજુ ન કરાયા હોય તે માટે પણ મુદ્દતોનો દોર ચાલે છે તેમ જાણવા મળેલ હતું. જોકે કોર્ટેમાં આ કેસ બોર્ડ પર ન આવતા આગામી ૦૩.૧૧.૨૦૨૩,૬૬ દિવસની મુદ્દત અપાઈ હતી પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટ દ્રારા વધુ ૯૧ દિવસની આપવામાં આવી છે એટલે કે ૦૨/૦૨/૨૦૨૪ ના રોજની મુદ્દત અપાઈ છે અને જાણવા મળ્યા અનુસાર ગુજરાત હાઇકોર્ટ દ્રારા વધુ એક મુદ્દત અપાતા વધુ એક મુદ્દત અંગે શહેરમાં પુનઃ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મુદ્દો હવે આગામી તારીખની રાહ જોઈ રહ્યો છે.જેમાં કોર્ટનું વલણ શું રહેશે તેના ઉપર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે