બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ જિલ્લામાં સરકારી અનાજની ચોરી કરતા 3 દુકાનદારોના પરવાના રદ કરાયા
દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૩ દુકાનો સસ્પેન્ડ કરાઈ
દાહોદ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનોની જિલ્લામાં આકસ્મિક તપાસણી હાથ ધરતા તે દરમ્યાન દાહોદ તાલુકાના ખરોદા ગામે આવેલા ભાભોર લલીતકુમાર ખુમસીંગની સરકારી અનાજની દુકાનમાં મામલતદાર દાહોદ ઘ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા તેમાંથી મળી આવેલા અનાજના જથ્થામાં ૨૪૦૮ કિ.ગ્રા. ઘઉં તથા ૨૫૪૦ કિ.ગ્રા. ચોખા વજનની ઘટ ના આધારે હાલ દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવયો છે તથા ફતેપુરા તાલુકાની મોટીરેલપુર્વ ખાતે આવેલા જે.પી.કલાલ ઘ્વારા સરકારી અનાજ સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં ઘઉંમાં- ૭૩.૫૦૦ કિ.ગ્રા.ઘટ તથા ૧૯૦૦ કિ.ગ્રા. વધ તથા ચોખામાં–૪૪.૫૦૦ કિ.ગ્રા.ઘટ તથા ૨૪૫૦ કિ.ગ્રા.વધ મળી આવતા ૯૦ દિવસ માટે પરવાનો સસ્પેન્ડ કરવામાં આવયો છે તથા ગરબાડા તાલુકાના નીમચ ગામે આવેલા અમલીયાર ભરતભાઈ નાનાભાઈ ઘ્વારા સંચાલીત દુકાનમાં અનાજના જથ્થામાં ૫૨૬ કિ.ગ્રા. ઘઉ તથા ૬૪૭ કિ.ગ્રા. ચોખા વજનની ઘટ મળી આવતા ૬૦ દિવસ માટે દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે સસ્પેન્ડ થયેલી દુકાનોની આગામી દિવસમાં સુનાવણી રાખી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ હાલતો જાણવા મળી રહ્યું છે