દાહોદ કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા
દાહોદ:- દરવર્ષે તારીખ ૨૧ મે ના રોજ ”આતંકવાદ વિરોધી દિવસ/ એન્ટી ટેરેરિઝમ ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ ૨૧ મે ના રોજ દાહોદ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સહિત ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ રાષ્ટ્રમાં, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.
આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ સહિત વિવિધ કચેરીના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.