બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
દાહોદ:-જમીન પચાવી પાડવા મુદ્દે રાછરડા ગામના 10 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધાયો
41 વર્ષ સુધી કબ્જામાં જમીન રાખવામાં આવી હતી
41 વર્ષ બાદ જમીન પચાવી પાડવાના ગુનામાં દસ લોકોની સંડોવની બહાર આવતા ગુનો નોંધાયો
અરજીની તપાસ બાદ કલેક્ટરે હુકમ કરતાં કતવારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ
દાહોદ તાલુકાના રાછરડા ગામના 10 વ્યક્તિઓએ તેમના ગામનાં એક વ્યક્તિની માલિકીની જમીનમાં છેલ્લા કેટલાય વર્ષોથી કબજો કરેલો હતો. જમીન માલિક અવારનવાર પોતાની જમીનનો કબજો સોંપી દેવાની માંગણી કરવા છતાંય જમીનનો કબજો ન સોંપતા આખરે જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાવાય હતી. અને અરજીની તપાસ બાદ કલેક્ટર દ્વારા હુકમ કરાતા કતવારા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકાના રાછરડા ગામે ગામતળ ફળિયામાં રહેતા 42 વર્ષિય મહેન્દ્રભાઈ શકાભાઈ કઠાલીયાની માલિકીની ગામમાં આવેલ ખાતા નં.269ના રેવન્યુ સર્વે નં. 211 વાળી જમીન તા. 11-11-1982ના રોજ રાછરડા ગામના કાળુભાઈ વાલચંદભાઈ ગુંડીયા, રાજુભાઈ વાલચંદભાઈ ગુંડીયા, દિનુભાઈ વાલચંદભાઈ ગુંડીયા તથા મછાર કુટુંબના લોબાનભાઈ ગુલચંદભાઈ, કિર્તનભાઈ ગુલચંદભાઈ ભગવાનભાઈ સુરતાનભાઈ, ભુરાભાઈ પુંજાભાઈ, નુરાભાઈ પુંજાભાઈ, ગુલચંદભાઈ નુરજીભાઈ તથા સોમાભાઈ બદીયાભાઈ એમ 10 જેટલા વ્યક્તિઓએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો.
જેથી જમીનના માલિક મહેન્દ્રભાઈ શકાભાઈ કઠાલીયાએ અવાર નવાર ઉપરોક્ત કબજે કરેલ જમીનની માંગણી કરી હતી. તેમ છતાં આ વ્યક્તિઓએ જમીન મહેન્દ્રભાઈ કઠાલીયાને ન આપી પચાવી પાડી હતી. આ સંબંધે જમીન માલિક મહેન્દ્રભાઈએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જેમાં તપાસ બાદ કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો હુકમ કરતા મહેન્દ્રભાઇ કઠાલીયાની ફરિયાદના આધારે કતવારા પોલીસ મથકે 10 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે