બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
કમોસમી વરસાદના કારણે જાન માલનું નુકશાન થતું અટકાવવા જાગૃકતા અને તકેદારીના પગલા લેવા જણાવાયું
રાજ્યભરમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે
રાજ્યભરમાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી અન્વયે તકેદારીના પગલાં લેવા જરૂરી જણાવાયું છે
દાહોદ જિલ્લામાં આગામી તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૭/૧૧/૨૦૨૩ સુધી ગુજરાત રાજ્યમાં અને જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલ છે, જે ધ્યાને લઈ જિલ્લામાં વરસાદથી લોકોના જાનમાલનું નુકશાન ન થાય તે માટે લોકજાગૃતી ફેલાવવા તથા તકેદારી ના પગલા લેવા જણાવવામાં આવે છે
ગુજરાત હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી. જાહેર કરવામાં આવી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. જણાવવામાં આવી છે ત્યારે 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી.અપાઈ છે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના.દર્શાવાય છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી અપાઈ છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ સંભાવના.છે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી.સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ,વડોદરામાં આગાહી. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં પણ આગાહી. રાજકોટ,સુરેન્દ્રનગર,બોટામાં પણ વરસાદની આગાહી. ભાવનગર, જૂનાગઢ, અમરેલી,ગીર સોમનાથમાં પણ આગાહી. રાજ્યમાં પૂર્વીય પવનોથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી. 25 નવેમ્બર બાદ રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો.અને તેને લઈને દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ કમોસમી વરસાદથી થતા જાન માલના નુકશાન સહિતના તકેદારીના પગલા લેવા જણાવાયું છે