બ્યુરો રીપોર્ટ:-નઈમ મુન્ડા દાહોદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી,ચાર દિવસ રાજ્ય માટે ભારે, એકથી બે ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે
વહેલી સવારથી દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
ઠંડા પવનો ફૂંકાતા લોકો ફફડ્યા, રેઇનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું, લોકો અસમંજસની સ્થિતિમાં મુકાયા
28 મી નવેમ્બર સુધી માવઠું રહેવાની સંભાવનાઓ
દાહોદ/રવિવાર:-26-11-2023
દીપોત્સવી પર્વો પૂર્ણ થતાજ નવા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે દેવ દિવાળીનો તહેવાર નજીકમાં છે અને માવઠાએ ચિંતામાં વધારો કર્યો છે ચોમાસાની ઋતુનો પ્રારંભ પણ થઈ ચુક્યો છે કાતિલ ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઠંડીની જોઈએ એવી શરૂઆત થઈ નથી ત્યારે અંબાલાલ પટેલના માણવા પ્રમાણે રાજ્યમાં આજથી ચાર દિવસ ભારે માનવામાં આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચાર દિવસ રાજ્ય માટે ભારે માનવામાં આવી રહ્યા છે આ સમય દરમિયાન રાજ્યભરમાં એકથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે એટલુંજ નહિ વરસાદની સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાકોને સલામત સ્થળે ખસેડી લેવા માટે પણ જણાવવામાં આવ્યું છે માર્કેડ યાર્ડ માં પણ પાકને સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે આજે વહેલી સવારથી દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઠંડા પવનોની સાથે માવઠાની શરૂઆત થઈ ચુકી છે