બ્યુરો રીપોર્ટ :- નઈમ મુન્ડા દાહોદ
દાહોદના દેસાઈવાડ વિસ્તારના ગુમ થયેલા યુવકની નગ્ન અવસ્થામાં ડેડબોડી મળી આવતા ચકચાર મચી
દેસાઈવાડના બંધ ઘરમાંથી યુવકની ડેડબોડી મળી આવી
મોબાઈલ લોકેશન ટ્રેસના આધારે સમગ્ર ઘટના સામે આવી
યુવકની હત્યા કરી હત્યારાઓ ફરાર થયા
ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા, પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
મોડી રાત્રે જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા
આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ખંગાળી અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસના પ્રયાસ
દાહોદ શહેરના દેસાઈવાડ ખાતેના સુપુરું એપાર્ટમેન્ટમાં રહેતા અને બગસરાનાના દાગીનાનો ધંધો વેપાર કરી ગુજરાન ચલાવતા મિલાપ કુશકુમાર શાહ બે દિવસ અગાઉ ઘરેથી તેના પીતાને 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો જોકે રાત્રીના 10 વાગ્યાં સુધી ઘરે ન આવતા પરીવાર ચિંતિત બન્યો હતો અને શોધખોળ આદરી હતી પરંતુ તે બીજા દિવસે પણ ન મળી આવતા પોલીસમાં ગુમસુદા અંગેની ફરિયાદ મિલાપ શાહના પિતાએ નોંધાવી હતી જોકે બે દિવસની શોધખોળ વચ્ચે ભારે અફવાઓ બજારમાં ફરતી થઈ હતી ત્યારે 25-10-2023 ના રોજ રાત્રીના 8 વાગીને 20 મિનિટના સમય ગાળા દરમિયાન રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા હિન્દુ ધર્મશાળા આગળના સીસીટીવીમાં મિલાપ શાહ તેની મોપેડ ગાડી લઈને આવે છે અને તેની સાથે અન્ય ત્રણ ઈસમો પણ હોય છે તેની જોડે વાત ચીત કર્યા બાદ મિલાપ શાહ તેની પોતાની મોપેડ ગાડી લઈને નીકળી જાય છે તેવા સીસીટીવી સામે આવ્યા હતા જયારે જાણવા મળ્યા અનુસાર તારીખ 26-10-2023 ના રોજ મિલાપ શાહની મોપેડ ગાડી રેલવે સ્ટેશન ઉપરથી મળી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જોકે ભારે શોધખોળની મહેનત બાદ પણ મિલાપ શાહ મળી ન આવતા સમાજના કેટલાય લોકો તેની શોધખોળ માટે જોતરાયા હતા ત્યારે તારીખ 26-10-2023 ના રોજ પોલીસે તેના મોબાઈલનું લોકેશન ટ્રેસ કરતા મોબાઈલ દેસાઈવાડ ખાતે હોવાનું જણાઈ આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકો અને પોલીસે દેસાઈવાડ ખડાયતાવાડ ખાતેના મિલાપ શાહના સગા સબંધીના ઘરમાં તપાસ હાથ ધરતા મિલાપ શાહનો મોબાઈલ અને બ્લડ આખા રૂમમાં પથરાયેલું જોવા મળ્યું હતું ત્યારે આ ઘટનાની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતા દેસાઈવાડ ખાતે લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા અને પોલીસને તેના સગા સંબંધીના બંધ ઘરમાંથી મિલાપ શાહની નગ્ન અવસ્થામાં હત્યા કરેલી ડેડબોડી મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી મિલાપ શાહના શરીરના ભાગે અને માથાના ભાગે ઘા મારેલા જોવા મળ્યા હતા મિલાપ શાહ નગ્ન અવસ્થામાં હતો અને તેની હત્યા કરાયેલી હતી આખા રૂમમાં લોહી લોહી જ દેખવા મળ્યું હતું ત્યારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દિગ્વિજસિંહ પઢીયાર અને તેમની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મિલાપ શાહની ડેડબોડીનું પંચનામું કરવાની કામગીરીમાં જોતરાઈ હતી ત્યારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ દિગ્વિજયસિંહ પઢીયાર અને તેમની ટીમે આસપાસમાં લાગેલા ખાનગી કેમેરા અને પોલીસના નેત્રમ કેમરા ટટોળવાની કામગીરીમાં જોતરાયા હતા જેથી મિલાપ શાહના હત્યારાઓ સુધી પહોંચી શકાય તે કામગીરી વચ્ચે દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પણ મોડી રાત્રે દેસાઈવાડ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ પીઆઈ પઢિયારની સાથે દેસાઈવાડની ગળીઓમાં ફરી કેમેરા શોધવાની કામગીરીમાં જોતરાયા હતા ત્યારે હત્યારાઓ કોણ છે કોને આ મિલાપ શાહની હત્યાને અંજામ આપ્યો છે તેની કડીઓ શોધવામાં પોલીસ જોતરાઈ છે ત્યારે કેટલા હત્યારાઓએ મિલાપ શાહની હત્યાને અંજામ આપ્યો છે કેમ મિલાપ શાહની હત્યા કરવામાં આવી છે તેના મોબાઈલના કોલ રેકોર્ડિંગના આધારે પોલીસ તપાસ શરૂ કરશે તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના આધારે હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ પોલીસ કરશે પરંતુ બે દિવસથી ગુમ થયેલા મિલાપ શાહની ડેડબોડી દેસાઈવાડ ખાતેના તેના સગા સંબંધીના ઘરેથી મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાવા લાગી છે ત્યારે મિલાપ શાહના હત્યારાઓને પકડવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે તો બીજી બાજુ મિલાપ શાહના પરીવારના માથે આભ તુટી પડ્યું છે મિલાપ શાહના પરિવારમાં માતમ છવાયો છે અને મિલાપ શાહની હત્યા કોને કેમ અને કયાં કારણોસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસ અને પરીવારજનો દ્રારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે