રીપોર્ટ:-પરીવાર ન્યુઝ ડેસ્ક…
દાહોદ:-શહેરમાં ધમધમતી ચા નાસ્તાની હાટડીયો વચ્ચે માત્ર બે ચા સેન્ટરના નમુના લઈ પુથ્થકરણ માટે લેબમાં મોકલતા ફ્રુડ વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા
દાહોદમાં ઠેર ઠેર હોટલો ફરસાણની દુકાનો સહીત અઢળક ખાણી પીણીની હાટડીઓ ધમધમી રહી છે પરંતુ જિલ્લાનું અને શહેરનું ફ્રુડ વિભાગ માત્ર તહેવારો નજીક હોય ત્યારે ખાના પૂર્તી કરવા માટેની કામગીરી કરતા હોય છે ત્યારે પણ અનેક સવાલો જન માણસમાં ઉઠવા પામતા હોય છે કારણકે જે પ્રમાણે નાગરિકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થતા હોવાની બુમો ઉઠવા પામે ત્યારે આ ફ્રુડ વિભાગના અધિકારીઓ કોઈપણ પ્રકારની કામગીરી નથી કરતા તેવા આક્ષેપો પણ ઉઠવા પામતા હોય છે ત્યારે દિવાળી હોળી અને રક્ષાબંધન જેવા મોટા અને પવિત્ર તહેવારો નજીક આવે એટલે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ એક્ટિવ થઈ જતા હોય છે અને હોટલો અને લારીઓ ઉપરથી અલગ અલગ વસ્તુઓના નમુના એકત્રિત કરી અને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલતા હોય છે પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં લેબમાંથી નમુના કેવા પ્રકારના આવે છે કેવા પ્રકારની કામગીરી ભેળસેળયાઓને કરવામાં આવી છે તેવા સમયે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તે માહિતી સાર્વજનિક કરવામાં ક્યાંકને ક્યાંક કાચું ખાતી હોય છે પરંતુ દાહોદ શહેરમાં પાલિકાના ફ્રુડ વિભાગે ઠેર ઠેર હોટલો ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીઓની હાટડીઓ ધમધમતી રહી છે પરંતુ તેમાં કેમ ચેકીંગ હાથ ધરવામાં નથી આવતું કેમ ફ્રુડ વિભાગના અધિકારીઓ માત્ર તહેવારો ટાણે જ સફાળા જાગતા હોય છે કેટલાક તત્વો ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામે છે તેવા સમયે કેમ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી તે સમયે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થતા હોય છે ત્યારે આજરોજ પાલિકાના ફ્રુડ વિભાગે શહેરમાં આવેલી રજવાડી ચા સેન્ટર નામની સ્ટોલો ઉપર ચેકીંગ હાથ ધરી તેમાંથી નમુના એકત્ર કરી અને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આ સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરતા પાલિકાના ફ્રુડ વિભાગના અધિકારીઓ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જેમાં પાલિકાના ફ્રુડ વિભાગને શહેરમાં ઠેર ઠેર ખાદ્ય સામગ્રીની હોટલો ફરસાણ સહીતની હાટડીઓ ધમધમતી હોવા છતાંય કેમ કોઈપણ પ્રકારની ચેકીંગ સહીતની કામગીરી કરી અને સેમ્પલો એકત્રિત કરી અને પુથ્થકરણ માટે નમુનાઓને લેબોલેટરીમાં મોકલવા માટેની કામગીરી કરવામાં નથી આવતી માત્ર બેજ ચા ની હોટલોના નમુના મેળવી પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાતા શહેરમાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે અને ચા સેન્ટરોના લીધેલા નમુનાનું <span;>પુથ્થકરણ કરી તેમાં જો ખામી નીકળશે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરાશે કે પછી અન્ય સેમ્પલોની કરેલી કામગીરીની જેમ સાર્વજનિક ન કરી અને માત્ર દેખાવડા કરવાની કામગીરી કરાશે
ત્યારે આગળના સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટેની કામગીરી પાલિકાના અને જિલ્લાના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ કરે તેવા સવાલો શહેરીજનો દ્રારા ઉઠાવવામાં આવી રહ્યા છે